રાજકોટ: નકળંગ હોટલ પર પેટ્રોલ બોંબ ફેંકનાર સગીર સહિત ત્રણ શખ્સોનું સરઘસ કઢાયું

રાજકોટ: હવે ક્રાઈમનો નવો ટ્રેન્ડ શરૂ થયો હતો, ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોઈ દુષ્પ્રેરણા મેળવી નકલંગ હોટલ પર પેટ્રોલ બોંબ ફેંકનાર સગીર સહિત ત્રણ શખ્સોનું પોલીસે સરઘસ કાઢી રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.
100 રૂપિયાની લેતી-દેતી મામલે થયેલ ઝઘડા બાદ ઉશ્કેરાયેલા જયદેવ રામાવત, ચિરાગ બાવાજી, ધીરેન ચાવડા અને એક સગીરે હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે એક ફરાર શખ્સની શોધખોળ પોલીસ કરી રહી છે.
આ બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે ખોડીયારનગર શેરી નં.17 માં રહેતા જીલ્લાભાઇ ઉર્ફે મુન્નાભાઈ સીરોડીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયદેવ રામાવત, ચીરાગ બાવાજી અને અન્ય અજાણ્યાં બે શખ્સોના નામ જણાવ્યું હતું કે, તેઓને યુનિવર્સીટી રોડ ઉપર ભગતસિંહ ગાર્ડનની બાજુમાં નકલંક ટી-સ્ટોલ નામે હોટેલ આવેલ છે. તેમની હોટલ સવારના ચાર વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી શરૂ હોઇ છે. હોટલના કાઉન્ટર ઉપર સવારનાં નાનો ભાઈ જગાભાઈ બેસે છે અને રાતનાં પોતે બેસે છે.
તા.14 ના રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના આસપાસ તેઓ હોટલનાં કાઉન્ટર ઉપર બેસેલ હતાં ત્યારે એક વ્યક્તી આવેલ જેની સાથે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી થતા તે વ્યક્તીને પુછેલ કે, કઈ બાબતે માથાકુટ કરો છો, તો સાહિલએ જણાવેલ કે, આ ભાઈ એવુ કહે છે કે મે 100 રૂપિયાની ની નોટ આપેલ છે અને સાહિલે કહેલ કે તેમણે 50 રૂપિયાની નોટ આપેલ છે. બાકી નિકળતા રૂપીયા બાબતે માથાકુટ કરે છે.
દરમિયાન હોટલમાં માસીનો દિકરો સાહિલ જે પાનની દુકાન સંભાળતો હોઈ જેથી તેને કહેલ કે, તે ભાઈનાં કહેવા મુજબ જેટલા રૂપીયા આપેલ હોય તેમાંથી તેમનાં બાકી નિકળતા રૂપીયા તેને પરત આપી દે, તેમ વાત કરતા તે ભાઇએ કહેલ કે, અમે કાંઈ ભીખારી નથી, તમારા હોટલનાં કેમેરા ચેક કરો અને મે કેટલા રૂપીયા આપેલ છે તે બાબતે ખરાઇ કરો તેમ વાત કરતા તે ભાઈને તેઓએ મોબાઇલ આપેલ અને તેમાં હોટલનાં કેમેરા ઓનલાઈન છે, તે ભાઇને મોબાઇલમાં કેમેરા ખોલતા આવડેલ ન હોય જેથી મોબાઇલ પરત આપેલ હતો.
બાદમાં ફરી આવેલા બંન્ને શખ્સો ઉગ્ર બોલાચાલી કરવા લાગેલ હતા અને ઝપાઝપી કરી ઢીકાપાટૂનો મુઢમાર મારેલ હતો. બાદમાં બંને શખ્સો પોતાનું એક્સેસ હોટલે મુકીને ચાલીને જતા રહેલ હતા. થોડીવાર બાદ હોટલે એક વ્યકિત જે અવાર નવાર ચાની હોટલે ચા પીવા આવતો હતો, તેણે કહેલ કે, તમારી હોટલે જે હોટલે વ્યકિત સાથે માથાકુટ થયેલ છે તેની સાથે સમાધાન કરી નાંખો તે આવેલ વ્યકિત બાવાજી અને ગરીબ છે. જેથી તેને કહેલ કે, તે વ્યક્તિને બોલાવી લો એટલે સમાધાન કરી નાંખીયે તેમ વાત કરતાં રાતનાં સવા એક વાગ્યાનાં અરસામાં હોટલની સામે રોડ બાદ શિવશકિત સોસાયટીમાં જવાની શેરી પડતી હોય તે શેરીનાં નાકે એક એકટીવા આવેલ હતું. ત્યાં કુલ બે બાઇકમાં કુલ ચાર માણસો આવેલ અને ત્યાં શેરીમાંથી ઉભા ઉભા એક કાચની બોટલમાં જવલનશીલ પ્રવાહી ભરેલ બોટલનો હોટલ પાસે ઘા કરેલ હતો.
તે જવલનશીલ પ્રવાહી ભરેલ સળગતી કાચની બોટલ હોટલ પાસે પાર્કીંગમાં રહેલ ફ્રીજ પાસે જમીન ઉપર પડેલ હતી અને ઘડાકા ભેર અવાજ આવેલ અને ત્યાં જમીન ઉપર આગ લાગેલ હતી. તે વખતે હોટલે તેઓ અને હોટલમાં કામ કરતા માણસો તથા અન્ય ગ્રાહકો હાજર હતા તેમાં નાસભાગ થવા લાગેલ હતી. આ વખતે ચારેય શખ્સો ત્યાંથી બાઈકમાં નાસી છૂટ્યા હતા. બનાવમાં હોટલમાં કોઈ નુકશાન થયેલ નથી અને જાનહાની થયેલ ન હતી.
આ બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ. એન.પટેલની રાહબરીમાં ટીમે આરોપી જયદેવ મહેશ રામાવત (રહે. હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર, યુની. રોડ) અને એક સગીરને પકડી પાડ્યો હતો. જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચિરાગ શૈલેષ જલાલજી (રહે.હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર, યુની. રોડ) ને ઢેબર રોડ સ્વામિનારાયણ મંદિર પાસેથી પકડી પાડ્યો હતો. જે બાદ આજે બપોરે ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ યુની. પીઆઈ એચ. એન.પટેલની રાહબરીમાં આરોપીઓને કાયદાનું ભાન કરાવી રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. જે સમયે લોકોના ટોળાં એકઠાં થયાં હતાં.
