Placeholder canvas

મોરબી જિલ્લામાં દેશીદારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેરમાં 2 અને માળીયામાં 1 દેશીદારૂની ભઠ્ઠી પકડાઈ

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર જિલ્લામાં દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા કડક આદેશ આપતા તમામ તાલુકામાં દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ દ્વારા તવાઈ ઉતારી હતી અને કુલ 31 સામે કાર્યવાહી કરી ત્રણ કિસ્સામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પણ ઝડપી લેવામાં આવી હતી.

મળેલ માહિતી મુજબ સમગ્ર મોરબી જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર કાર્યવાહી કરી હતી જેમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સરતાનપર ગામે દરોડો પાડી રેખાબેન મનીષભાઇ સરાવાડીયાના રહેણાંક મકાનમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો તેમજ દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 1350નો મુદામાલ કબ્જે કર્યો હતો.

વાંકાનેરમાં બીજા દરોડામાં સીટી પોલીસે લીંબાળા ગામની સીમમાં દરોડો પાડી પ્રવીણભાઇ ગોવિંદભાઇ સીતાપરાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂપિયા 780નો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો.

જયારે માળીયામાં પોલીસે નવાગામ પાસે આવેલ બાવળના ઝુડમા દરોડો પાડી હનિફ આમદભાઇ કટીયાને ઠંડો, ગરમ આથો તેમજ દારૂ બનાવવાના સાધનો સહીત રૂપિયા 500નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. આ સાથે મોરબી, માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં કુલ 31 કિસ્સામાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો