વાંકાનેર

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર: ભાટિયા સોસાયટીમા આવેલ ભૂતનાથ મંદિર વાળી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળેલ માહિતી મુજબ વાંકાનેર પોલીસ મથકના પી આઈ એન એ વસાવાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના હરપાલસિંહ પરમાર અને પ્રતિપાલસિંહ વાળાને બાતમી મળેલ… કે વાંકાનેરની ભાટિયા સોસાયટી ભૂતનાથ મંદિર વાળી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો કરતા ત્યાંથી આફતાબભાઈ મહેબુબભાઈ મેસાણીયા,હિતેશભાઈ કેશુભાઈ ચાવડા, રાકેશભાઈ જાનકી પ્રસાદ વર્માને રોકડ રકમ રૂ.૧૧૧૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર પોલીસની આ કામગીરી પી આઈ એન એ વસાવા,યશપાલસિહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ કીડિયા અને પ્રતીપાલસિંહ વાળા સહિતની ટીમે કરેલ છે

આ સમાચારને શેર કરો