વાંકાનેરના વઘાસિયા ટોલનાકાનો કોન્ટ્રાકટ આપવાનું કહી મેનેજરને ધમકી
વઘાસિયા ગામના ચાર શખ્સ વિરુદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમ મુજબ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકાનો અગાઉ કોન્ટ્રાકટ ધરાવતા ચાર શખ્સોએ ટોલનાકાની ઓફિસે ધસી જઈ ટોલનાકાના મેનેજરની ઓફિસમાં બઘડાટી બોલાવી કોન્ટ્રાકટ ફરી આપવાનું જણાવી અન્યથા મેનેજરને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકાના મનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ ઉ.37 રહે.હાલ મિશરી હોટલ પાછળ, વાંકાનેર મૂળ રહે.બિહાર વાળાએ આરોપી રવિરાજસિંહ ઝાલા અને હરુભા ઝાલા તેમજ અજાણ્યા બે શખ્સ રહે.વઘાસિયા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ પૈકી રવિરાજસિંહ ઝાલાએ પોતાના લાયસન્સ વાળા હથિયાર પર હાથ મૂકી ફરી ટોલનાકાનો કોન્ટ્રાકટ આપવાનું કહી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ તેમજ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

