મોરબી

પ્રેમ સંબંધ તોડતા યુવક રોષે ભરાયો: મોરબીમાં યુવતીને નગર દરવાજા પાસે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી…


​મોરબી: મોરબીમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતીને ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. લીલાપર રોડ પર રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી એક યુવતીએ અગાઉ પોતે જેની સાથે પ્રેમ સંબંધમાં હતી, તે યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા આ ઘટના બની હતી.
​પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા તૌફિક ગુલામહુસેન સુમરા નામના યુવક સાથે યુવતીને અગાઉ પ્રેમસંબંધ હતો. જોકે, યુવતીએ આ સંબંધનો અંત લાવી વાતચીત બંધ કરી દેતા યુવક રોષે ભરાયો હતો.

ગત રાત્રિના સમયે આરોપી તૌફિક સુમરાએ નગર દરવાજા ચોક નજીક યુવતીને આંતરી હતી. તેણે યુવતીને ગાળો આપી હતી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરી ગયેલી યુવતીએ સમગ્ર બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
​ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી તૌફિક ગુલામહુસેન સુમરા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો