સૌરાષ્ટ્ર

રાજકોટની નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી…

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ રાજકોટ કોર્ટને પણ આ જ પ્રકારની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જે અંગે કોર્ટના જવાબદાર વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા એસસોજી, બોમ્બ સ્કોવડ, ડોગ્સ સ્કોવડ સહિતનો સ્ટાફ તાકીદે જામનગર રોડ પર આવેલી રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગે પહોંચી ગયો હતો અને અહીં સઘન ચેકિંગ કર્યું હતું. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી પરંતુ તેમ છતાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇ મેઇલ દ્વારા મળી હતી. તે જ વ્યક્તિ દ્વારા જે ઇમેલ રાજકોટ કોર્ટને ફોરવર્ડ કરવામાં આવ્યો છે જે મેલ રાજકોટ કોર્ટને મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.આજરોજ સવારના નવ વાગ્યે રાજકોટ કોર્ટમાં આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો હતો. જેથી કોર્ટના જવાબદાર વ્યકિએ તુરંત પોલીસ શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા બોમ્બ સકોડ એસઓજી અને સ્થાનિક પોલીસ મથકના કાફલો નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે દોડી ગયો હતો અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોર્ટના સ્ટાફ પણ રાબેતા મુજબ કાર્યરત રહ્યો હતો

કોર્ટના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ હાઇકોર્ટને જે ઇ-મેલ મળ્યો છે તે ઇમેલ રાજકોટ કોર્ટને પણ મળ્યાનું જણાવ્યું હતું.ધમકીભર્યા આ મેલને લઇ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે આજે ખુલતી કોર્ટે આવતા તમામ લોકો અને વકીલોની કારને રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. એક તરફ પોલીસે ચેકિંગની કાર્યવાહી કરી હતી તો બીજી તરફ કોર્ટો રાબેતા મુજબ ચાલુ રહી હતી અને વકીલોએ પણ કોર્ટમાં હાજર રહી દલીલો કરી હતી કોર્ટના સ્ટાફ પણ રાબેતા મુજબ કાર્યરત રહ્યો હતો.

પોલીસ સ્ટાફ મોકડ્રિલમાં જતો હતો ત્યાં ઇ-મેઇલ મળતા તુરંત કોર્ટ દોડી ગયો

પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ શહેર દ્વારા સમયાંતરે યોજાતી મોકડ્રિલ મુજબ આજરોજ શહેર પોલીસ દ્વારા આજરોજ મોકડ્રિલ યોજાનાર હતી. દરમિયાન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સ્ટાફ તુરંત કોર્ટ બિલ્ડિંગે પહોંચી ગયો હતો.

આ સમાચારને શેર કરો