આજથી ગુજરાતમાં સ્પેશિયલ ડ્રાઈવ : વાહનમાં હાઈબીમવાળી લાઈટ લગાવનારને દંડ કરાશે…
Gujarat Traffic Police Special Drive: ગાડીમાં હાઈબીમ લાઈટ રાખનારા વાહનચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. 23 જાન્યુઆરીથી રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે. જેમાં હાઈબીમવાળી લાઈટ લગાવનારને દંડ કરવામાં આવશે. ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશની વાળી વ્હાઈટ LED લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદ RTO દ્વારા હાઈબીમ લાઈટને લઈ આવતીકાલે ચેકિંગ હાથ ધરાશે. હાઈબીમ લાઈટને લઈ RTO અમદાવાદના અધિકારી નીરવ બક્ષીએ જણાવ્યું કે, ફોર વ્હીલર પ્રોફેસર ડીલરોને સૂચના આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ અને લાઈટના બીમ એપ્રુવલ થયેલા છે, એ લોકો જ વેચાણ કરી શકશે. મંજૂરી વિનાના લાઈટ બિમનો ઉપયોગ કરાશે તો રોડ સેફ્ટી અંતર્ગત કાર્યવાહી કરાશે.
આવી લાઈટ રાખનારાઓે રોડ સેફ્ટી અંતર્ગત રૂ.1000 નું ચલણ આપવામાં આવશે. ગત વર્ષ 2024- 25માં કુલ 9.50 લાખના ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે.

