સરકાર ગુજરાતના આ શહેરની શકલ-સુરત બદલી નાંખશે,જો જો પછી પ્રવાસીઓ દોડતા આવશે…
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના મોટાભાગના શહેરોને પ્રવાસન વિસ્તાર તરીકે વિકસાવી રહી છે. આ મિશન અંતર્ગત પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં જોવાલાયક અનેક સ્થળો છે, આ સમગ્ર વિસ્તાર દરિયાથી ઘેરાયેલો છે.તેથી, શિયાળામાં ઘણા વિદેશી પક્ષીઓ અહીં મહેમાન બનવા માટે આવે છે, આ દરમિયાન ઘણા પક્ષી પ્રેમીઓ પણ અહીં આવે છે.
સુકાલા તળાવનું બ્યુટીફિકેશન
પોરબંદર- છાયા નગરપાલિકાએ પોરબંદરથી 7 કિમી દૂર કોળીખાડા ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ સુકાલા તળાવને સુંદર બનાવવાનો નિર્ણય કર્યો છે. પાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, સુકા તળાવને કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. આ તળાવ રાજકોટના અટલ સરોવરમાં પરિવર્તિત થશે. એન્જિનિયરોએ તેની ડિઝાઇન તૈયાર કરી લીધી છે અને હવે એસ્ટીમેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને પાલિકાના જનરલ બોર્ડમાં મંજૂરી આપવામાં આવી છે. આગામી વર્ષોમાં પોરબંદર-છાયાની જનતાને સુકા તળાવની ભેટ મળશે. પોરબંદરને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બરડા જંગલ સફારી શરૂ કરવામાં આવી છે, મોકરસા સાગર વેટલેન્ડ ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે સુકુલા તળાવને પણ રાજકોટના અટલ સરોવર જેવું બનાવવામાં આવશે.
ચોપાટી બાદ હવે નગરપાલિકા સુકા તળાવનું બ્યુટીફીકેશન કરશે જેનાથી આસપાસના વિસ્તારની હોટલ-રેસ્ટોરન્ટ અને અન્ય નાના ધંધાઓને રોજગારી મળશે અને પોરબંદરના અર્થતંત્રને ફાયદો થશે. નગરપાલિકાએ હવે મોકર સાગર વેટલેન્ડના વિકાસમાં દ્વારકા-સોમનાથ બાયપાસ પર કોળીખાડા પાસે આવેલા સુકાલા તળાવના બ્યુટીફિકેશનનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. પોરબંદરના ઘુઘાવટા સાગરના કિનારે આવેલી ચોપાટીની મુલાકાતે સ્થાનિક લોકો અવારનવાર આવે છે.
જંગલ સફારી શરૂ થઈ
પોરબંદરનો પ્રવસાન ક્ષેત્રે વિકાસ થતાં લોકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. દિવાળી સમયે પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને મોટી ભેટ આપવામાં આવી છે. સાસણ બાદ હવે પોરબંદરના બરડામાં પ્રવાસીઓ જંગલ સફારીનો આનંદ માણી શકે તે માટે રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા બરડા જંગલ સફારીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. આ બરડા જંગલ સફારીનું તાજેરમાં 29 ઓક્ટોબર એટલે કે ધનતેરસના શુભ દિવસે વન અને પર્યટન મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને બરડા જંગલ સફારીનો પ્રારંભ કરાવાયો.