શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર – ભક્તિની ઉંચાઈ અને આશીર્વાદનો અવસર
શ્રાવણ માસની ભક્તિમય યાત્રા આજે તેના ત્રીજા સોમવાર સુધી આવી પહોંચી છે. પ્રથમ બે સોમવારોમાં જેમ ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અને ધતૂરાનો અભિષેક કર્યો, તે જ શ્રદ્ધા આજે પણ નજરે પડે છે. મંદિરોમાં ઘંટારવ, ભક્તોના “હર હર મહાદેવ” ના નાદ અને ધૂપની સુગંધથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે.
🙏 આજનું વિશેષ મહત્વ
શ્રાવણનો ત્રીજો સોમવાર સ્થિરતા અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે.
ભક્તો માને છે કે પહેલા બે સોમવારે કરેલી પ્રાર્થનાઓનું ફળ હવે સ્થિર થવાનું શરૂ થાય છે. આ દિવસે ખાસ કરીને:
👉 શિવલિંગ પર ગંગાજળ અને દૂધ અર્પણ કરવું
👉 108 વાર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.
👉 બિલ્લીપત્ર પર લાલ ચંદનથી “ૐ” લખીને અર્પણ કરવું.
👉 ગરીબોને અન્નદાન અથવા જળદાન કરવું.
🕉️ આધ્યાત્મિક સંદેશ
આ ત્રીજો સોમવાર આપણને શીખવે છે કે ભક્તિ એ માત્ર શરૂઆતની ઉર્જા નહીં, પણ તેને નિરંતર રાખવાની શક્તિ પણ છે.
શિવભક્તિ એ મનને શાંત કરે છે, ક્રોધ અને અહંકારને દૂર કરે છે, અને આપણને સત્ય અને ધર્મના માર્ગ પર સ્થિર રાખે છે.
“ભોળેનાથ, મારી ભક્તિને અડગ રાખજો,
મારા મનને પવિત્ર રાખજો,
અને મારી યાત્રાને મોક્ષ સુધી પહોંચાડજો.”
🌿 આજનો સંકલ્પ
✅ એક દિવસ માટે ક્રોધ છોડવો.
✅ ફક્ત સકારાત્મક શબ્દો બોલવા.
✅ પ્રકૃતિને સુરક્ષિત રાખવા કોઈ નાનું કામ કરવું.
-શિતલ શાહ (પ્રિન્સિપાલ: મહિલા કોલેજ-વાંકાનેર)

