Placeholder canvas

ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ટોળકી ઝડપાઈ

ટંકારા તાલુકાના ધુનડા ખાનપર થી રસનાળ ગામ જવાના રસ્તે સાંધાસર સીમ પાસે આવેલ સોનબાઈ રૂપબાઈના મંદિર પાસેથી તસ્કર ટોળકીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી હતી તો તસ્કર ટોળકી એ ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરીને અંજામ આપ્યો હોવાની માહિતી ટંકારા પોલીસ મથકેથી મળી હતી

માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય એ દરમિયાન ધુનડા (ખા) થી રસનાળ ગામ તરફ જવાના રસ્તે સાંઘાસર સીમ પાસે આવેલ સોનબાઈ રૂપબાઈ ના મંદિર પાસે આવતા પાંચ ઇસમો શંકાસ્પદ હાલતમા જણાતા તેને રોકી પુછપરછ કરી અંગઝડતી કરતા તેની પાસેથી રોકડ રૂપીયા ૨૧૦૦૦/- તથા સોના નો ઢાળ વજન ૨૩ ગ્રામ કિમંત રૂપીયા ૯૪૦૦૦/- તથા ચાંદી નો ઢાળ વજન ૪૭૪.૫૬૦ ગ્રામ કિમત રૂપીયા ૨૯૦૦૦/- મળી આવતા સોના ચાંદીના ઢાળ ના જરૂરી બીલો કે આધારપુરાવા માંગતા નહી હોવાનુ જણાવેલ.

જેથી ચોરીની શંકાએ ટંકારા પોલીસે મુકામ ભુરસિહ ડાવર રહે રસનાલ પ્રાગજીભાઈ પટેલ ની વાડી તા જોડીયા-મુળ રહે એમ.પી, જ્ઞાનસિહ સેપુ માવી રહે રસનાલ પ્રાગજીભાઈ પટેલ ની વાડી તા જોડીયા-મુળ રહે એમ.પી, શંકર જુવાનસિહ ડામોર રહે રસનાલ પ્રાગજીભાઈ પટેલ ની વાડી તા જોડીયા, મુળ રહે એમ.પી, માંજરીયા જ્ઞાનસિ હ માવી રહે પીઠડ નિરૂભા જાડેજા ની વાડી તા જોડીયા- મુળ રહે એમ.પી અને કાંન્ટુ ઉર્ફે કાનો ગુમાનભાઈ પસાયા રહે રસનાલ અમરશીભાઈ પટેલ ની વાડી તા જોડીયા મુળ રહે એમ.પી વાળાને સી આર પી સી કલમ ૪૧(૧) ડી ૧૦૨ મુજબ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ઝડપાયેલ શંકાસ્પદ પાંચેય ઇસમો વિરોધમાં ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરીને અંજામ આપ્યો હોય અને પોલીસ મથકમાં ગુન્હો નોંધાયેલ છે.

આ સમાચારને શેર કરો