નવા વર્ષમાં નહીં પડે રેશન કાર્ડની જરૂર, મોબાઇલમાંથી જ થઇ જશે બધું કામ.!
ભારતમાં અત્યારે રેશન કાર્ડ ઇ-કેવાયસી ચાલી રહી છે. દરેક રેશન કાર્ડ ધારકોએ ફરિજિયાતપણે ઇ-કેવાયસી કરાવવાની છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. નવા વર્ષમાં રેશન કાર્ડની લગભગ જરૂરિયાત નહીં રહે, કેમ કે આના માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે અને મોબાઇલથી જ તમારુ બધુ કામ થઇ જશે. આ એપ દ્વારા તમામ કામ થશે.
ભારત સરકારે “મેરા રાશન 2.0” નામની એપ લૉન્ચ કરી છે. આની મદદથી તમે રેશન કાર્ડ વગર પણ રેશન લઈ શકો છો. આ યોજના સમગ્ર દેશવાસીઓને સુવિધા પૂરી પાડશે. તમારે ફક્ત એપમાં તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. તમે તમારો આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો આ એપમાં દેખાશે. આ પછી તમારું કામ પૂર્ણ થઈ જશે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકો છો. “મેરા રાશન 2.0” એપ્લિકેશન તમારા કામને સરળ બનાવશે. આ એપ તમને તમારા રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. આ સાથે તમારા માટે ઘરે બેસીને અને સમયની બચત સાથે બધું કરવાનું સરળ બનશે.

