પંચાસિયાની વાડીઓમાંથી એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી..!!
પંચાસિયા ગામના ખેડૂતોની ફરીયાદ: સિંચાઈ સાધનોની વધતી ચોરીથી ખેડૂત સમુદાય ચિંતામાં, સરપંચ અને ઉપસરપંચ સાથે મળીને પોલીસને લેખિત ફરિયાદ…
વાંકાનેર: પંચાસિયા ગામેં સિમ વિસ્તારરમાં હાલ ચોરીના વધતા બનાવોથી ખેડૂતો પરેશાન થઈ રહયા છે. ખાસ કરીને આદેપર પુલ નજીકના વિસ્તારમાં ખેડૂતોના સિંચાઈ માટેના ડેટકા (મોટર પંપ), વાયર અને ફિટિંગ ચોરાય જતાં ખેડૂતો કટાણે આર્થિક ફટકો પડયો છે, નવા ડેટકા લેવા મજબુર થયા છે.
તાજેતરમાં, 30 જુલાઈ 2025 ની રાતે પાંચ જેટલા ખેડૂતોના પાણી ખેંચવાના સાધનો ડેટકાની ચોરી થતાં ખેડૂતોએ ગામના સરપંચ દિનેશભાઈ ચારોલ અને ઉપસરપંચ ઇરફાનભાઈ ચૌધરી, હુસેન સીપાઈને જાણ કરી હતી. આ આગેવાનોએ ખેડૂતોની હાજરીમાં વાંકાનેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીઓના જણાવ્યા પ્રમાણે આ અગાઉ પણ આવા ચોરીના બનાવો બન્યા હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, જેથી ચોરોનાં હૌસલા વધ્યા છે. આ અગાઉ 17/04/2025 ના રોજ પણ ચોરી થઈ હતી.
ચોરીથી નુકશાન પામેલા ખેડૂતો અને નુકશાનની અંદાજિત રકમ:
🔹 બાદી રાસુલભાઈ સજીભાઈ – ₹20,000
🔹 માથકીય હુસેન અહમદ – ₹25,000
🔹 ફેફર ગાજેન્દ્ર રાઘવજીભાઈ – ₹20,000
🔹 માથકીય યુનુસ અહમદ – ₹26,000
🔹 શેરસીયા ગુલામરસુલ મહમદ – ₹22,000
ખેડૂતોના જણાવ્યા અનુસાર 29 જુલાઈના રોજ વરસાદ ન પડતા પાક બચાવવા માટે મોટર અને કેબલની નવી ફિટિંગ કરવામાં આવી હતી, પરંતુ 30 જુલાઈના સવારે સિંચાઈ શરૂ કરવા જતાં તમામ સાધનો ગાયબ જોવા મળ્યા હતા. ખેડૂતોએ હજી પાણી ખેતવાનું ચાલુ નહોતું કર્યું અને જ્યારે બીજા દિવસે ચાલુ કરવા ગયા તો બધા સાધનો ચોરાઈ ગયા હતા.
ખેડૂતોનું કહેવું છે કે મહામહેનત અને ખર્ચે ખરીદેલ સાધનો ચોરી થવાથી તેમને ફરીથી નવી ખરીદી કરવી ભારે પડી રહી છે. આવા સમયે સરકારે અને પોલીસ તંત્રે ચોક્કસ પગલા ભરી ચોરી રોકે તેવી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પંચાસીયા રાણેકપર વાંકીયા રાતિદેવડીમાં નદી પર ખેડૂતો દેડકા મૂકીને પાણી ખેંચે છે અહીંયા થી વારંવાર દેડકાઓની ચોરી થઈ રહી છે તેમની ફરિયાદ કરવામાં આવે છે પણ આજ સુધી આવી ફરિયાદોનું કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસ કરી રહી છે શું ?

