વાંકાનેર

વાંકાનેર: લાકડધાર પાસે આવેલ સિરામિક ફેક્ટરીમાંથી પ્લેટીનીયમના તારની ચોરી.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં બંધ પડેલી કિલનમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 93,500ની કિંમતના પ્લેટીનયમના તારની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો સિરામિક ફેક્ટરીમા મેઇન્ટનન્સની કામગીરીને કારણે બંધ કરવામાં આવેલ કિલનમાંથી કોઈ અજાણ્યો તસ્કર 17 થર્મોકપલમાંથી પ્લેટીનીયમના તાર ચોરી કરી જતા કારખાનાના ભાગીદાર રાજુભાઇ હીરાભાઈ માલકીયા રહે.લાકડધાર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો