વાંકાનેર: વઘાસીયા ગામેથી સંગ્રહ કરેલ 152 મણ જીરૂની ચોરી…


વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે વિકાસ ગ્રુપ દ્વારા જુના મકાનની ઓસરીમાં 200 બાચકા જીરૂનો સંગ્રહ કરેલ હતો જેમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા 60 બાચકા જીરૂ જે અંદાજે 152 મણ જીરૂની ચોરી કરી થતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના વતની અને હાલ આશીયાના સોસાયટીમાં રહેતા હબીબભાઈ વલીભાઈ માથકીયા (ઉ.વ.૭૨)એ વાંકાનેર સીટી પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ પોતાની ખેતીમાંથી 200 બાચકામાં અંદાજે 500 મણ જીરૂનો વઘાસિયા ગામમાં આવેલ તેમના જુના મકાનની ઓસરીમાથી સંગ્રહ કરેલ હોય, જેમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા કોઇપણ સમયે 60 નંગ બાચકા જેમાં આશરે 152 મણ જીરૂ જેની કિંમત રૂ. 4,71,200 મુદ્દામાલની ચોર કરી લઇ જતા આ મામલે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
