Placeholder canvas

ભલગામમાં પરિવાર અંતિમવિધિમાં ગયો અને ઘરમાં તસ્કરો ‘ચોરવીધી’ કરી ગયા.

રૂ. 2.25 લાખના મુદ્દામાલની ચોરી

વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતો પરિવાર કાકાની અંતિમક્રિયામાં ગયા હતા એ દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 2.25 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. આ ચોરી અંગેની પોલીસ ફરિયાદ વાંકાનેર પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ ચોરીના બનાવ મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતા વિનોદભાઇ પ્રવીણભાઇ ડેંગડાના કાકાનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા તેઓ પરિવાર સાથે કાકાને ત્યાં જતા પાછળથી તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ.

આ બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી દરવાજાના નકુચા તોડી રૂમમાં કબાટનો નકુચો તોડી 7 તોલાના સોનાના ઘરેણા (આશરે કિ. રૂ.2.10 લાખ) અને 600 ગ્રામ ચાંદીના ઘરેણા (આશરે કિ. રૂ. 10 હજાર) તથા રોકડા રૂ. 5 હજાર મળી કુલ રૂપિયા 2.25 લાખની ચોરી કરી ગયા હતા.

વાંકાનેર તાલુકા પોલીસે વિનોદભાઇ પ્રવીણભાઇની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી.કલમ- 457 અને 380 મુજબ ચોરી અંગેનો ગુન્હો નોંધી તસ્કરોની પકડવાની ગતિવિધિ અને તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો