Placeholder canvas

વાંકાનેર: ગતરાત્રે ગુલશન પાર્ક પાસે આવેલ પટેલવાડીમાં પણ ચોરી

વાંકાનેર: ગતરાત્રે ગુલશન પાર્કમાં ગની પટેલના ઘરે ચોરી થઈ હતી તે સમાચાર હજુ અપલોડ થયા ત્યાં જ ગુલશન પાર્કની બાજુમાં આવેલ પટેલવાડીમાં પણ ચોરી થયાના સમાચાર સામે આવ્યા છે.

મળેલ માહિતી મુજબ મૂળ કણકોટ ગામના રહેવાસી અને વાંકાનેરમાં પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા કુતુબુદ્દીન ઉસ્માન ગની શેરસીયાના ઘર માં ગત્ રાત્રે ચોર તાટકીયા હતા અને ઘરેણા તેમજ થોડી ઘણી રોકડ રકમની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.

ગુલશન પાર્કમાં ગની પટેલના ઘરમાં અને તેમની બાજુમાં આવેલ પટેલવાડીમાં કુતુબુદ્દીન શેરસિયા ઘરમાં થયેલ ચોરી એક જ મેથડથી ચોરી થઇ છે. બને ઘર બંધ હતા અને ચોરી થઈ છે.

કુતુબુદ્દીન શેરસીયાના વતન કણકોટમાં મકાનનું કામ ચાલુ હોવાથી તે હમણાં ત્યાં રહેતા હતા અને ગુલશનમા ગની પટેલના ઘરમાં ચોરી થયાના સમાચાર કપ્તાનમા અપલોડ થતા જ પટેલ વાડીમાં કુતુબુદીન શેરસિયાના પાડોશીઓએ આ મકાન બંધ હોવાથી ચેક કર્યું હતું તો ત્યાં પણ મુખ્ય દરવાજાનું તાળુ મારવાનો નચુકો તૂટેલો હતો જેથી તેઓએ કુતુબુદ્દીનને ફોન કરીને જાણ કરી હતી.

અમોને મળેલી માહિતી મુજબ ઘરમાં રહેલી ચાંદી અને સોનાની જ્વેલરી તેમજ થોડી ઘણી રોકડ રકમની ચોરી થયાનું સામે આવ્યું છે ઘરમાં બધું વેરવિખેર કરીને નાખ્યું હતું. આમ હવે વાંકાનેરમાં ચોર ટોળકી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે તેમની સામે પોલીસે પેટ્રોલિંગ અને લોકોએ જાગરૂકતા અને સાવચેતી વધારવી પડશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો