Placeholder canvas

યુવકનું માથું ટ્રકના ટાયરમાં આવતાં ફાટ્યું, રોડ પર લોહીની નદીઓ વહી…

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે એક 35 વર્ષીય યુવકને અડફેટે લીધો હતો. જેમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ટ્રકની અડફેટે યુવક ફંગોળાતો દેખાય છે. જ્યારે ટ્રકના ટાયરમાં તેનું માથું આવી જતાં જાણે તરબૂચ ફૂટે એવી રીતે તેનું માથું ફાટી ગયું હતું.

મળતી માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં રહેતો મહેન્દ્ર પુરોહિત નામનો યુવક પોતાના કોઈ કામથી રખિયાલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રખિયાલના મોહમ્મદી મસ્જિદ પાસેથી તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ટ્રક ત્યાંથી આવે છે. આ દરમિયાન મહેન્દ્ર પોતાની ટુ વ્હીલર પરથી કાબૂ ગુમાવતા નીચે પટકાયો હતો. નીચે પટકાતા ટ્રકના પાછળના ટાયર નીચે તેનું માથું કચડાઈ જતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ સમાચારને શેર કરો