Placeholder canvas

મોરબી: ફેક્ટરીમાં મજુરી કામ કરતો યુવક સગીરાનું અપહરણ કરી ગયો…

મોરબીમાં સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ આ સગીરાને ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળેલી માહિતી મુજબ મોરબી તાલુકાના વિસ્તારમાં આવેલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા પરિવારની સગીરાને તેજ સિરામિક ફેક્ટરીમાં મજુરી કામ કરતો કાળું ગોપાલભાઈ સહેડિયા રહે. મૂળ જાંબવાવાળો ઉઠાવી ગયો હતો. આ શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે શખ્સની શોધખોળ કરવા તપાસ શરૂ કરી છે.

આ અંગેની વધુ તપાસ તાલુકાના પી.આઈ. ખુમાનસિંહ વાળા ચલાવી રહ્યા છે. જેમની પાસેથી મળતી વિગતો મુજબ આરોપી બે મહિના પહેલા આ કામે ફેક્ટરીમાં નોકરી લાગ્યો હતો. આરોપીઓને ઝડપવા જુદી જુદી ટિમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો