વાંકાનેર: કાનપર નજીક સ્કૂલ બસ અને બાઈકના અકસ્માતમાં યુવાનનો પગ કાપવો પડ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાનપર અને રાતડીયા ગામની સીમમાં વાંકાનેરની સ્કુલ બસે બાઈક ચાલક યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા યુવાનનો સારવાર દરમિયાન પગ કાપવો પડ્યો હતો.

મળેલ માહિતી મુજબ ગત તા.5 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા વાંકાનેર તાલુકાના કાનપર ગામના મહમદઅશીર ગુલામહુશેન બાદીને વાંકાનેરની સંસ્કૃતિ વિદ્યાલયની બસ નંબર GJ-01-XX-8733ના ચાલકે હડફેટે લેતા બાઈક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન આ યુવાનનો પગ કાપવો પડ્યો હતો.

અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો