માળિયામાં થૂંકવા જેવી બાબતે યુવાનને છરીના બે ઘા ઝીકી નસ કાપી નાખી

માળિયાના વાગડીયા ઝાપા પાસે એક ઇસમ યુવાન સામે થૂંકતા આ બાબતે ટોક્યો હતો જે સારું નહિ લાગતા કુલ ત્રણ ઇસમોએ છરીની મારી નાખવાના ઈરાદે ગળાના પાછળના ભાગે બે ઘા મારી ધોરી નસ કાપી નાખી જીવલેણ ઈજા કરી ઢીકા પાટું માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
મુળી તાલુકાના સરા ગામના રહેવાસી યુનુશ હબીબ કાજેડીયા (ઉ.વ.૧૯) નામના યુવાને આરોપીઓ ડાડો જેડા, ડાડૉ સંઘવાણી અને ઈરફાન સંધવાણી રહે ત્રણેય માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી ડાડો તેની સામે થૂંકતા તેને ટોકતા સારું લાગ્યું ના હતું જેથી અન્ય બંને ઇઅસ્મોને બોલાવી ત્રણેય બાઈકમાં આવી છરી વડે યુનુશની ધોરી નસ કાપી નાખી નાખવાના ઈરાદે જીવલેણ ઈજા કરી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
