મજાક મોંઘી પડી: યુવક અજગરને હાથમાં પકડીને કિસ કરવા ગયો.!! અને પછી જો થયું…

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ હાથમાં એક ભયંકર અજગર પકડ્યો છે અને તેનો વીડિયો કોઈ અન્ય વ્યક્તિ બનાવી રહ્યો છે. આ પછી તે અજગરનું મોં પકડીને તેને કિસ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેની મજાક તેના પર મોંઘી પડે છે. જેવો વ્યક્તિ પોતાનું મોં અજગરની પાસે લાવે છે કે તરત જ અજગર વ્યક્તિ પર હુમલો કરી દે છે.

અજગર તેના મોં વડે માણસના ચહેરાને પકડી લે છે અને તેને ડંખવાની કોશિષ કરે છે. વીડિયોમાં અજગર એ વ્યક્તિનું મોં ખૂબ જ જોરથી પકડી લીધું છે અને તેના પર હુમલો કરી દીધો.

જુવો વિડીયો…

આ પછી વ્યક્તિએ અજગરને ભગાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાં તે અજગરનું મોં તેના ચહેરાથી અલગ કરી શક્યો નથી અને અજગરના દાંત વ્યક્તિના ગાલમાં અટવાઈ ગયા છે. વીડિયોમાં વ્યક્તિ ગભરાયેલો જોવા મળે છે અને આ ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકો તેને શેર કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યાં છે.
આ વીડિયો જૂનો છે અને ઈન્ટરનેટ પર ફરી એકવાર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે લોકો એવો મેસેજ આપી રહ્યા છે કે તે ઝેરી અને ખતરનાક છે. લોકો કહે છે કે ખતરનાક પ્રાણીઓ સાથે મજાક કરવી મોંઘી સાબિત થઈ શકે છે, તેથી તેમની ખાસ કાળજી લેવી જોઈએ.

આ સમાચારને શેર કરો