Placeholder canvas

વાંકાનેર: યુવકને છાતીમાં દુઃખવા લાગ્યું, હોસ્પીટલે પહોંચ્યાં ત્યાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું.

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે કારખાનામાં કામ કરતા યુવકનું અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઢુવા ગામે આવેલા સનરે સીરામીકમાં રાજકોટમાં રહેતા પારસભાઇ જીતેન્દ્રભાઇ જિંજુવાડીયા કારખાનામાં ડીઝાઇનીંગનું કામ કરતા હતા. એ વખતે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો