વાંકાનેર-અમરસર વચ્ચે અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી…

વાંકાનેર-અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગત રાત્રે પસાર થતી પેસેન્જર ટ્રેન હેઠળ પડતું મુકી એક અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, રેલ્વે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

આ ઘટનાની મળેલ માહિતી મુજબ વાંકાનેર-અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગત રાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આશરે 30 વર્ષીય ઉંમરના પુરુષે કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ઓખા-બનારસ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. જેથી મૃતકના વાલી વારસની કોઇને ભાળ મળે તો રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલાનો મો. ૯૧૭૩૫ ૫૫૫૩૮ પર સંપર્ક કરવો…

આ સમાચારને શેર કરો