Placeholder canvas

પ્રેમીકા સાથે પરીવારે સગાઈ કરવાની ના પાડતાં યુવકે ઝેરી દવા પીધી…

રાજકોટ: ગોંડલના મોવિયામાં રહેતાં રવિભાઈ જેન્તીભાઈ ચાંડયા (ઉ.વ.24) ગઈ રાત્રે 1 વાગ્યાના સુમારી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં અંગેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.વધુમાં બનાવ અંગે યુવકના પરીવારજનોએ જણાવ્યું હતું કે, તેનો જેતપુરની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે પરીવારજનોને મંજુર ન હતું. અને યુવતી સાથે પ્રેમસંબંધી તોડી નાખવાનું કહેતાં તેનું માઠું લાગી આવતાં પગલું ભરી લીધું હતું.યુવક કડીયાકામ કરતો અને પાંચ ભાઈ-બહેનમાં વચ્ચેટ હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો