વાંકાનેર: સિંધાવદર પાસે આસોઇ નદી પરના પુલનું કામ ગોકળ ગતીએ ચાલી રહ્યું છે…

વાંકાનેર: સિંધાવદર પાસે આસોઈ નદી ઉપર બનેલો પુલ ડેમેજ થતા તેમનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. આસો નદી પરના જુના બેઠા પુલ ઉપર આયોજન કરવામાં આવ્યું છે. મોટા પુલનો જે ભાગ તૂટ્યો હતો તે રિપેર થઈ ગયો છે અને બંને સાઇડની પારાપેટ નવી બનાવવાની હોય તે લગભગ એક મહિનાથી કામ હાથમાં લેવામાં આવ્યું છે પણ તેમની ગતિ ગોકળગતી હોવાથી તે કામ પૂરું થતું નથી.

લોકો દ્વારા મળેલી માહિતી મુજબ અત્યારે કામ માત્ર દેખાડો કરવા પૂરતું ચાલુ છે તે ગોકળગ ગતિ મુજબ ચાલુ છે. છેલ્લા એકાદ મહિનાથી લગભગ નહીં જેવું કામ કરવામાં આવી રહ્યું છે. જો ચોમાસા સુધીમાં આ પુલ ચાલુ નહીં થાય તો લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડશે. ચાલુ વરસાદમાં રાજકોટ વાંકાનેર રોડ બંધ થઈ જવાની નોબત આવશે.

વાંકાનેરના જવાદાર પદાધિકારીઓએ ચોમાસામાં લોકોને સંભવિત પડનાર મુશ્કેલીને ટાળવા માટે સ્થળ પરની તપાસ કરી અને કોન્ટ્રાક્ટર પાસે વિગતો માંગવી જોઈએ અને ત્યાંના આજુબાજુના લોકોનો પણ સંપર્ક કરીને વિગતો જાણવી જોઈએ અને ઝડપથી કામ પૂરું થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ… જોઈએ નેતાઓને લોક કાર્યોમાં કેટલો રસ છે. ?

આ સમાચારને શેર કરો