Placeholder canvas

વાંકાનેર: પાંચદ્વારકામાં શેઢેથી ઢોર હટાવવાનું કહેતા મહિલાને લાકડી મારી.

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની સીમમાં વાડીના શેઢેથી ઢોર હટાવવાનું કહેનાર વાડી માલિક મહિલાને ઢોર ચરાવનારે લાકડી ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના મક્સુદાબેન અશરફભાઇ ખોરજીયા પોતાની વાડીએ હતા ત્યારે આરોપી શૈલેષ છેલાભાઇ પાંચીયા રહે. પાંચદ્વારકા વાળાના ઢોર વાડીના શેઢા ઉપર આવી જતા મક્સુદાબેન ઢોરને હટાવવાનું કહેતા આરોપી શૈલેષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

વધુમાં આરોપી શૈલેશે મક્સુદાબેનને ભુંડાબોલી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના હાથમા રહેલ લાકડી મહિલાને સાથળના ભાગે તથા જમણા હાથમા મારી મુંઢ ઇજા પહોંચાડતા મકસુદાબેને આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શૈલેષ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

આ સમાચારને શેર કરો