વાંકાનેર

વાંકાનેર: લિંબાળા ગામે પરણીતા દાગીના અને પાંચ વર્ષની દીકરી લઈને દિયર સાથે નીકળી ગઈ…?

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામેથી એક પરણીતા દાગીના, રોકડ રૂપિયા અને પાંચ વર્ષની દીકરી સાથે લઈને દીયર સાથે ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે.

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના કાનાભાઈ રાણાભાઇ ગુંદારીયાએ તારીખ 25/03/2025 ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપીને તેમાં જણાવ્યું છે કે તા. 24/03/2025ના રોજ સાંજે 6 વાગ્યે મારા પિતાએ મને ફોન કરીને જણાવેલ કે તારી પત્ની મનીષા કાનાભાઈ ગુંદારીયાએ સવારની દેખાણી નથી અને ઘરે પણ નથી તો કયા ગઈ છે. જેથી અમોએ મારા સસરા ને ફોન કરીને પૂછા કરી કે મનીષા ત્યાં આવેલી છે તો તેમને પણ નહીં આવ્યા નું જણાવતા તેઓ ઘરે આવ્યા હતા અને તેમના પરિવારના સભ્યો ગામમાં અને આજુબાજુમાં સગા સબંધીને ત્યાં તપાસ કરતા તે કયા મળી ન હતી. તેમને વધુમાં જણાવ્યું છે કી મારી પત્ની મનીષા કાનાભાઈ ગુંદારીયા મારી પાંચ વર્ષની પુત્રી તન્વીને પણ સાથે લઈ ગઈ છે આ ઉપરાંત સોના ચાંદીના દાગીના અને 500 રૂપિયા રોકડા લઈને કંઈ પણ કહ્યા વગર જતી રહી છે.

બાદમાં કાનાભાઈને સગા સંબંધી દ્વારા જાણવા મળેલ કે… અમારા કુટુંબમાં અમારા ભાઈજી નો દીકરો કરસનભાઈ શિવાભાઈ ગુંદારીયા સાથે કયા નીકળી ગઈ હોય તેવું જણાવતા અમે કરસનભાઈ ને તેમના મોબાઈલ નંબર પર ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવે છે. આ બાપ છે વાંકાનેર શહેર પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની અરજી કરી છે.

આ સમાચારને શેર કરો