Placeholder canvas

વાંકાનેર:બાઉન્ડ્રી નજીક ટ્રકે છકડો રિક્ષાને ઠોકર મારતા એકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પાસે ટાટા કંપનીના ટ્રક નંબર RJ-14-GP-8721ના ચાલકે GJ-03-X-3029 નંબરની છકડો રીક્ષાને હડફેટે લઈ સાઈડમાંથી ઠોકર મારતા આ અકસ્માતમાં છકડોમાં બેઠેલા અનીલભાઇ રઘુભાઇ સોવસીયા અને તેમના પિતા રઘુભાઇ સોવસીયાને ઈજાઓ પહોંચી હતી જેમાં રઘુભાઇ સોવસીયાને માથામાં હેમરેજ થઇ જતા મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના પુત્ર અનિલભાઈ રઘુભાઇ સોવસીયા રહે.રાજકોટ કુવાડવા રોડ માર્કેટીંગ યાર્ડ આર.ટી.ઓ. કચેરીની બાજુમા શીવમ સોસાયટી વાળાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો