વાંકાનેર: મહીકા પાસે હાઇવે પર ચાલુ ટ્રકમાં લાગી આગ…પછી..??
વાંકાનેર: આજે બપોરના 27 નેશનલ હાઈવે પર મહીકા અને ગારીડા વચ્ચે એક ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી ટ્રક બળીને ખાસ થઈ ગયો હતો. સદનશીબે ડ્રાઇવર આગ લાવતા જ ટ્રકને સાઇડ ઉપર રાખી પોતે નીચે ઉતરી ગયો હતો.

મળેલી માહિતી મુજબ આજે બપોરના સમયે મોરબી થી અમદાવાદ જતા ટ્રકમાં 27 નેશનલ હાઇવે પર મહીકા ગામ પાસે અચાનક આગ લાગી ગઈ હતી આગ લાગ્યાની ડ્રાઇવરને જાણ થતા ટ્રકને સાઇડ ઉપર રાખી પોતે નીચે ઉતરી ગયો હતો અને ફાયર બ્રિગેન્ડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ આવીને ટ્રક ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ દરમિયાન ટ્રક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.

