Placeholder canvas

રાજકોટ સ્ટેશનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લાગશે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આઠ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માં વેરાવળથી 03.06.2022 થી 16.06.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02.06.2022 થી 15.06.2022 સુધી દરરોજ એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન વેરાવળથી 17 જૂન, 2022થી અને બાંદ્રાથી 16 જૂન, 2022થી અત્યાધુનિક એલએચબી રેક પર દોડશે, જે મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધા પૂરી પાડશે.
  2. ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 02.06.2022 થી 30.06.2022 સુધી અને વારાણસીથી 04.06.2022 થી 02.07.2022 સુધી લગાડવામાં આવશે.
  3. ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ ઓખાથી 06.06.2022 થી 27.06.2022 સુધી અને જયપુરથી 07.06.2022 થી 28.06.2022 સુધી લગાડવામાં આવશે.
  4. ટ્રેન નંબર 22905/22906 ઓખા – શાલીમાર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ 05.06.2022 થી 26.06.2022 સુધી ઓખાથી અને 07.06.2022 થી 28.06.2022 સુધી શાલીમારથી લગાડવામાં આવશે.
  5. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 04.06.2022 થી 28.06.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલાથી 06.02.2022 થી 30.06.2022 સુધી લગાડવામાં આવશે.
  6. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફફરપુર મોતીહારી એક્સપ્રેસ માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ પોરબંદરથી 02.06.2022 થી 30.06.2022 સુધી (09.06.2022 સિવાય) અને મુઝફ્ફરપુર થી 05.06.2022 થી 03.07.2022 સુધી (12.06.2022 સિવાય) લગાડવામાં આવશે.
  7. ટ્રેન નંબર 22937/22938 રાજકોટ – રીવા એક્સપ્રેસમાં માં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 05.06.2022 થી 26.06.2022 સુધી અને રીવા થી 06.06.2022 થી 27.06.2022 સુધી લગાડવામાં આવશે.
  8. ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ રાજકોટથી 02.06.2022 થી 30.06.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લા થી 03.06.2022 થી 01.07.2022 સુધી લગાડવામાં આવશે.
આ સમાચારને શેર કરો