ગુજરાત

ઉનાળાના પ્રારંભે જ ટીટોડીએ સ્કૂલ બિલ્ડીંગનાં ધાબા પર ઇંડુ મુકયુ…

હજુ તો ચોમાસા ને ભવ ની વાર છે.અને હજુ તો ઉનાળાની શરૂઆત થયેલ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી શહેરમાં આવેલ નવાં બસ સ્ટેશન રોડ પર આવેલ નિલકંઠ વિધાલય સ્કૂલનાં બિલ્ડીંગનાં ધાબાં ઉપર ટીટોડીએ એક ઈંડુ મુકતાં આશ્ચર્ય સર્જાયું છે.

ખરેખર જોઈએ તો ઉનાળાનાં અંતમાં અને ચોમાસાની શરૂઆત થવાની તૈયારી હોય ત્યારે સીમ વિસ્તાર અથવા ઉંચાઈ વાળી જગ્યાએ ટીટોડી એક અથવા ત્રણ કે ચાર ની સંખ્યા માં ઈંડા મૂકે છે.જેના ઉપર થી ખેડૂતો અને ખગોળશાસ્ત્રીઓ આગામી ચોમાસું કેવું રહેશે તેનાં ઉપર અનુમાન લગાવતાં હોય છે. પરંતુ અહીં તો અત્યાર થી જ ટીટોડીએ એકની સંખ્યામાં ઈંડા મુકતાં સૌ કોઈ ને વિચારતાં કરી દિધા છે.

આ સમાચારને શેર કરો