Placeholder canvas

વાંકાનેર: પીપળીયારાજ ગામમાં ત્રણ ભુલકાઓએ પણ રોજા રાખ્યા…

વાંકાનેર હાલમાં કોરોના મહામારી અને ભારે તાપમા રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ બિરાદરો આખા દિવસના રોજા રાખતા હોય છે અને આખો દિવસમાં નિરાંતના સમયે અલ્લાહની બંદગી કરતા હોય છે, જેમાં ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં કોરોના માટે ખાસ દુઆ કરી રહ્યા છે.

હાલમાં જે તાપ પડી રહ્યો છે તેમાં મોટાઓને પણ રોજા રાખવા ભારે આકરા પડી રહયા છે, ત્યારે ઘણી બધી જગ્યાએ નાના-નાના ભૂલકાઓ પણ રોજા રાખી રહ્યા છે. વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે ત્રણ ભૂલકાઓએ રોજા રાખ્યા હતા.

પીપળીયારાજ ગામના શેરસીયા યામીન નિઝામ ઉસ્માન (ઉ. વ. 7) તેમણે 5 રોઝા રાખ્યા છે, શેરસીયા ખાલીદ ઇલમુદીન રાજે (સ્વરાજ ડેરી) એક રોઝુ રાખ્યું જ્યારે ખલીફા આલિયાબાનું આસિફ (ઉ. વ. 5) એમને પણ રોઝુ રાખ્યું હતું….

આમ આ પવિત્ર રમજાન માસમાં મોટા લોકોની સાથે નાના નાના ભૂલકાઓ પણ અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે, રોજા રાખી રહ્યા છે અને આ મહામારીમાં અલ્લાહને રીઝવવા માટે આકરા તાપમાં રોઝા રાખીને દુઆ ગુજારી રહ્યા છે. આ ત્રણેય નાના ભૂલકાઓને તેમજ અન્ય રોઝા રાખનાર તમામ નાના ભૂલકાઓને ખુબ ખુબ મુબારક બાદી….

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

અજિત ભાઇ
નેક દીકરી

આ સમાચારને શેર કરો