વાંકાનેર: સિરામિક ફેક્ટરીમાંથી કિંમતી પ્લેટીનીયમ ધાતુની ચોરી કરનાર ચોર ઝડપાયા.

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સોલીજો વિટ્રીફાઈડ પ્રા. લી.માંથી 12 દિવસ પહેલા ત્રણ ઈસમોએ કીલનની ઓફિસમાં રહેલ થર્મોકપલમાંથી 56.25 ગ્રામ પ્લેટીનીયમ તાર જેની કિંમત રૂ. 3,09,375 ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અન્ય ગુનાની તપાસમાં આરોપી ૧). દિવ્યેશભાઈ રાયસીંગભાઈ ઝાલા (રહે. ધામળેજ તા. સુત્રાપાડા જી. ગીર સોમનાથ), ૨). મંતવ્ય નાથાભાઈ મોરી (રહે. કાજ તા.કોડીનાર જી. ગીર સોમનાથ)અને મિતકુમાર રાયસિંહભાઈ પરમાર (રહે. કાજ તા. કોડીનાર જી. ગીર સોમનાથ)ની અટકાયત કરવામાં આવી હોય, જેથી આ ત્રણેય ઇસમોએ સોલીજો કારખાનામાં પ્લેટીનીયમ તારની ચોરી કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….

આ સમાચારને શેર કરો