Placeholder canvas

જાનનો ટેમ્પો પલટી ખાઈને ખાડામાં ખાબક્યો; 8ના મોત, 22થી વધુને ઈજા…

લુણાવાડા નજીક આજરોજ એક ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો છે. જ્યાં લગ્નમાં જતો ટેમ્પો એકાએક ખાડામાં પડી જતા તેમાં સવાર 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અન્ય 22 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સહિત 108 એમ્બુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કાર્યવાહી હાથ ધરી રહી છે. ટેમ્પો ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો અને અચાનક પલટી મારી જતાં અકસ્માત નડ્યો હતો.

આ સમાચારને શેર કરો