Placeholder canvas

રાજકોટ: મોટરસાયકલ સાઈડમાં ચલાવવાનું કહેતા દસ્તો ઠોક્યો…!! યુવકનું 17 દિવસ બાદ મોત.

રાજકોટ: કોઠારિયા રોડ પરના મધુવન પાર્કમાં રહેતો અને 50 ફૂટ રોડ પર પટેલ વોટર સેલ્સ નામે મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતો પરાગ નગીનભાઇ ગોંડલિયા ગત તા.5ના બપોરે પોતાના પ્લાન્ટથી ઘરે જમવા જવા બાઇક પર નીકળ્યો હતો.ત્યારે આગળ બાઇકમાં જઇ રહેલા ઘનશ્યામનગરમાં રહેતા ઇસ્માઇલ કાસમ કુરેશીને સાઇડમાં બાઇક ચલાવવાનું કહેતા તેણે ફૂટપાથ પર દસ્તો ખાંડણી વેચવા બેઠેલી મહિલા પાસે દોડી જઇ બે ફૂટનો દસ્તો ઉપાડી દસ્તાના ત્રણ ઘા પરાગને ઝીંકી દીધા હતા. જેમનું 17 દિવસની સારવાર બાણ મૃત્યુ થયું છે.

પરાગ ગોંડલિયાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટના સમયે ભક્તિનગર પોલીસે ઇસ્માઇલ કુરેશી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો. પરાગે સત્તર દિવસની સારવાર દરમિયાન દમ તોડી દેતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.

આ સમાચારને શેર કરો