સૌરાષ્ટ્ર

રાજકોટમાં લાડલા પુત્રએ જ કરી નાંખી સગી માતાની હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો.

રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ 46 વર્ષીય જ્યોતિ ગોસાઈની હત્યા તેના જ પુત્ર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માતાની હત્યા કર્યા બાદ પુત્રએ whatsappમાં સ્ટેટસ પણ મૂક્યું હતું. જે સ્ટેટસમાં લખ્યું હતું કે, ” I AM KILL TO MY MOM, LOSS MY LIFE, SORRY MOM, OM SHANTI, MISS YOU MOM ” તેમજ માતાની હત્યા કરી હોવાની જાણ પુત્ર નિલેશ ગોસાઈ દ્વારા પોતાના મિત્રને પણ વાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસની પૂછપરછમાં નિલેશ ગોસાઈએ જણાવ્યું છે કે, પોતાની માનસિક અસ્થિર માતાના તોફાનથી તેમજ તેના વર્તનથી કંટાળી જઈને માતાની હત્યા કરી હોવાનું જણાવ્યું છે. ગુરૂવારના રોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવતસિંહ ગાર્ડન પાછળ આવેલા આવાસ યોજનામાં રહેતા નિલેશ ગોસાઈએ પોતાની માતાને ગળાટુંપો આપીને તેણીને મોતને ઘાટ ઉતારી હતી. તેમજ ત્યારબાદ પોતાની માતાની લાશ પાસે જ નિલેશ બેસી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

સમગ્ર મામલાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પીએમ અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે પણ ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતક જ્યોતિ ગોસાઈના અન્ય પુત્ર તેમજ પુત્રીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા તેમણે પોતાની માતાની હત્યા અંગે ફરિયાદ નોંધાવવા બાબતે પણ રસ દાખવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. પોતાની મૃત માતા તેમજ હત્યારા ભાઈ નિલેશ સાથે કોઈપણ જાતનો સંબંધ ન હોવાનું જણાવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, મૃતક જ્યોતિબેનને બે પુત્ર તેમજ એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. નિલેશ ગોસાઈ જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તેની માતાના છૂટાછેડા થયા હતા. જે તે સમયે જ્યોતિ ગોસાઈ સાથે નિલેશ ગોસાઈ રહ્યો હતો. જ્યારે કે બાકીનો એક પુત્ર અને એક પુત્રી જ્યોતિના પતિ જશવંતગર ગોસાઈ સાથે રહ્યા હતા. છુટાછેડા બાદ જ્યોતિ ગોસાઈની માનસિક પરિસ્થિતિ બગડી ગઈ હતી. જેના કારણે તેને વૃદ્ધાશ્રમમાં મોકલી આપવામાં આવી હતી. જ્યારે કે નિલેશને કચ્છ ખાતે આવેલા હોમ ફોર બોયઝમાં મોકલી આપવામાં આવ્યો હતો.

નિલેશ મોટો થતાં તે પોતાની માતાને વૃદ્ધાશ્રમમાંથી પોતાના ઘરે લાવ્યો હતો. તેમજ ત્યારબાદ રાજકોટ શહેર ખાતે બંને માતા પુત્ર ભાડાના મકાનમાં રહેતા હતા. નિલેશ ગોસાઈ દ્વારા પોતાની માતાની માનસિક અસ્થિરતા બાબતેની સારવાર પણ શરૂ કરાવવામાં આવી હતી. શરૂઆતના સમયગાળામાં જ્યોતિબેનની સારવાર થતાં તેમની માનસિક સ્થિતિ સારી થઈ હતી. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેણીની તબિયતમાં કોઈ સુધારો જણાઇ નહોતો આવ્યો. તેમજ ક્યારેક તેઓ પોતાના કપડા કાઢી નાખતા હતા. પુત્ર નિલેશ ગોસાઈ સાથે મારકુટ કરતા હતા. આમ, પોતાની માતાને નિલેશ ગોસાઈએ જ પોતાની માતાની હત્યા કરવાની ફરજ પડી હોવાનું પોલીસને જણાવ્યું હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો