Placeholder canvas

વાંકાનેર: માર્કેટચોક પાસે નવા બની રહેલા કોમ્પ્લેક્સની બાજુની દિવાલ તૂટી પડી

(ફોટો અને અહેવાલ:-મહંમદ રાઠોડ)
વાંકાનેર: ગતરાતે માર્કેટ ચોક પાસે નવા બની રહેલા કોમ્પ્લેક્સની બાજુની દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી, સદ્નસીબે આ દીવાલ રાત્રે તૂટતા કોઈ જાનહાની થઈ નથી.

વાંકાનેર માર્કેટ ચોક પાસે નાગરિક બેંકની સામે એક નવું કોમ્પલેક્ષ બની રહ્યું છે તેના ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું છે, જે માટે ઉંડુ ખોદકામ કરવામાં આવ્યું છે આથી બાજુની દીવાલો ડેમેજ થઈ હોય અને નોંધારી થઈ જતા આ દિવાલ રાત્રે ધડાકાભેર તૂટી પડતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. અહીં એ પણ નોંધનીય છે કે આપ નવા થઈ રહેલા બાંધકામ ની બાજુમાં એક ધાર્મિક સ્થાન આવેલું છે તેમાં પણ નુકસાન થયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ બની રહેલા કોમ્પલેક્સમાં ૧૦થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા, પરંતુ દિવાલ રાત્રે પડતા કોઈ જાનહાની થઈ નથી જો આ દિવાલ દિવસ દરમિયાન તૂટી હોટ તો મોટી ખુવારી થઇ હોત, મળેલી માહિતી મુજબ બાજુના મકાન કે દુકાનવાળાઓએ આ કોમ્પલેક્ષ બનાવનારને આ અંગેની ચેતવણી પણ આપી હતી જેમને આમ બાંધકામ કરનારે નજરઅંદાજ કરી હતી.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો