Placeholder canvas

રાજકોટ: ચાલુ બાઇકે યુવતીનો દુપટ્ટો ખેંચ્યો,ભાઈએ પ્રતિકાર કર્યો તો 4શખ્સો છરી-ધોકાથી તૂટી પડ્યા…

રાજકોટ શહેરની ઢોલરા ચોકડી પાસે બહેનની છેડતી કરતાં શખ્સોને ટપારતા યુવક પર ચાર શખઓએ છરી-ધોકાથી હુમલો કર્યો હતો. જેને પગલે યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકે હોસ્પિટલના બિછાનેથી આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં ઈજાગ્રસ્ત સિરાજભાઇ અઝીમભાઇ સોરાએ આરોપી ભુરો ઉર્ફે અલ્લારખા ઇબ્રાહીમભાઇ, ખંભર મોટી ઉર્ફે મોઇન પરમાર, સોયબ વિસણ અને સોહિલ ખેભર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, ગત રાત્રીના તેઓ પરિવાર સાથે મવડી ચોકડી પાસે આવેલ પીત્ઝા ઝોનમાં જમવા જવા ગયા હતા. એ સમયે તેઓ બાઈક ચલાવતા હતા અને તેમની બહેન પણ બાઈકમાં સવાર હતી. રાત્રીના ગોંડલ ચોકડી તરફ જવાના સર્વીસ રોડ જય ગણેશ ફોર્ડ શોરુમની સામે પહોંચ્યા હતા.એ સમયે પાછળથી બે બાઇકમાં આરોપી ધસી આવ્યા હતા.

આરોપીઓએ સિરાજભાઇના બાઇકની બાજુમાં બાઇક ચલાવવા લાગ્યા હતા અને આરોપી અલ્લારખાએ તેમની બહેન વિષે બીભત્સ ટિપ્પણી કરી ચુંદડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.જેથી સિરાજભાઈએ પોતાનું બાઇક ઉભું રાખી ‘કેમ મારી બહેનનો દુપટ્ટો ખેંચ્યો’ તેમ કહેતાં આરોપી અલ્લારખા ઉશ્કેરાઈ ગયો હતો અને બબડ્યો હતો કે, તું મને ઓળખતો નથી. હું અવારનવાર જેલમાં જાઉં છું અને બહાર આવું છું. તેમ કહી છરી કાઢી સિરાજભાઇના પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો. તેમજ સોયેબ અને સોહિલે પણ છરીથી હુમલો કર્યો હતો. અને ત્યાં પડેલા ધોકાથી સિરાજભાઇને ઢોર માર માર્યો હતો.અને ચારેય શખસોએ ‘તને જાનથી મારી નાખવો છે’ તેમ કહી ધમકી આપી હતી. જે બાદ ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ફરિયાદને આધારે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો