વાંકાનેર BAOUનું ગૌરવ: ખોરજીયા ખુશ્બુએ ગોલ્ડ મેડલ તથા શેરસીયા મોઇનાબાનું અને બાદી ગુલપ્સાએ સિલ્વર મેડલ મેળવ્યો.

ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.અભ્યાસ કેન્દ્ર કોડ 1446 કાર્યરત છે.જેમાં સ્નાતક કક્ષા માં બી.એ. વિવિધ વિષયોમાં તથા બી.કોમ અને અનુ સ્નાતક કક્ષા માં M.A.in gujarati, english ,hindi ,અને sociology માં તથા એમ.કોમ તથા ડિપ્લોમાં ઇન કોસ્ટ એકાઉન્ટિંગ અને ccc baou સર્ટિફિકેટ કોર્સ માં અત્યાર સુધીમાં લગભગ 1500 વિધાર્થીઓ એ પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહયા છે.

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ દ્વારા ગઈ કાલ તા.14/04/25 ના રોજ યોજાયેલા 10માં પદવીદાન સમારોહમા મહામુનિમ રાજ્યાલ આચાર્ય દેવવ્રત,પૂર્વ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા ugc ના પૂર્વ અધ્યક્ષ એમ.જગદીશ કુમાર અને યુનિ.ના કુલપતિ ડો.પ્રો.અમીબેન ઉપાઘ્યાયની ઉપસ્થિતિમાં વાંકાનેર કેન્દ્રની વિધાર્થિની ખોરજીયા ખુશ્બુ ને B.A.in economicsમાં ગોલ્ડ મેડલ તથા શેરસીયા મોઇનાબાનું ને M.A in englishમાં અને બાદી ગુલાપ્સાબાનુંને B. A. in sociologyમાં સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.માં 300 થી વધુ અભ્યાસ કેન્દ્ર કાર્યરત છે.તેમાંથી વાંકાનેર ની વિધાર્થિનીઓને મેડલ મળે તે ખૂબ ગૌરવ ની વાત છે.

ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ કેસરીદેવસિંહજી ઝાલા, ઉપ પ્રમુખ કલ્પેન્દું મેહતા, સેક્રેટરી અનંતભાઈ મેહતા તથા ટ્રસ્ટીઓએ મેડલ મેળવનાર વિધાર્થિનીઓ તથા ડિગ્રી મેળવનાર તમામ વિધાર્થીઓને શુભાશિષ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.કેન્દ્ર ના સંયોજક શીતલબેન શાહ તથા તમામ અધ્યાપકોએ પણ આ તકે ખૂબ ગૌરવની લાગણી અનુભવી હતી. DAOUના વાંકાનેર કેન્દ્ર અને મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓને કપ્તાન ગૃપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE

આ સમાચારને શેર કરો