મોરબી

મોરબી: નાની બાળકીનો દેહ અભડાવનાર દુષ્કર્મીને પોલીસે ઝડપી પાડ્યો

મોરબી: મોરબીમાં એક મહિલા સાથે પતિની જેમ રહેતા ઈસમ દ્વારા તે મહિલાની જ પાંચ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ અંગેની મળેલી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતી સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી આરોપી રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસા બે પુત્રીની માતા સાથે પતિની જેમ રહેતો હતો. મહિલા બહાર હોવાથી સાવકા પિતા બનેલા આરોપી રવિએ બાળાને હવસનો શિકાર બનાવી હતી. અને તેનો દેહ અભડાવ્યાં બાદ રવિ ત્યાંથી નાસી ગયો હતો.

આ અંગેની જાણ મહિલાને તથા તેણે તુરંત તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ નોંધાતા તાલુકા પીઆઈ કે.એ.વાળા સહિતની ટીમ તુરંત એક્શનમાં આવી હતી અને વધુ તપાસ ચલાવી હતી. રવિરાજ રાજેન્દ્રભાઈ થરેશાને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. જેથી આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો