વાંકાનેર

વાંકાનેર: ગારીડા ગામના સિંચાઇના તળાવના વાલનો પાઇપ તૂટ્યો… તળાવ થવા લાગ્યું ખાલી…

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર આવેલું ગારીડા ગામની બાજુમાં આવેલું તળાવના વાલનો પાઇપ આજે વહેલી સવારે તૂટતા અહીંયાથી મોટી માત્રામાં પાણી બહાર નીકળી રહ્યું છે, જો આવું ને આવું ચાલુ રહેશે તો તળાવ ખાલી થઈ જશે અને હાલમાં જ્યાંથી પાઇપ તૂટ્યો છે ત્યાં જોરદાર પ્રેસર સાથે પાણી બહાર નીકળી રહ્યું છે. પાઇપમાં પડેલી તિરાડ મોટી થઇ રહી છે.

મળેલી માહિતી મુજબ ગત રાત્રે એટલે કે આજની વહેલી સવારના આશરે 2:30 વાગ્યાની આસપાસ આ તળાવમાં જે સિંચાઈ માટેનો વાલ મુકવામાં આવ્યો છે એ વાલનો પાઇપ તૂટી જતા જોરદાર પ્રેશર સાથે પાણી બહાર નીકળવા લાગ્યું છે. આ પ્રેશર સાથે પાણી નીકળતા તેમનો અવાજ બાજુમાં આવેલ વાડીમાં રહેતા મજૂરને સાંભળ્યો તેમને ગામમાં ફોન કરીને જાણ કરી, રાત્રે 3 વાગ્યાની આસપાસ ગામના આગેવાનો અને યુવાનો તળાવ પાસે દોડી આવ્યા, ગામ લોકો દ્વારા આ રીપેર થઈ શકે તેમ ન હોય જેથી ગામના સરપંચે જિલ્લા પંચાયતના અધિકારીઓને જાણકરી. જિલ્લા પંચાયતના બે કર્મચારી સ્થળ પર આવ્યા અને નિરીક્ષણ કર્યું અને હવે અધિકારીની રાહ જોવામાં આવી રહી છે.

આ તળાવ જિલ્લા પંચાયત હસ્તક છે અને તેમાંથી ખેતીમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, આ તળાવમાં સિંચાઈ માટે આપવામાં આવતું પાણીમાં આશરે 150 એકરથી વધુ જમીનમાં પિયત થાય છે. હવે જો આ રીપેર ન થાય તો તળાવનું બધું જ પાણી નીકળી જશે અને 150 એકર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થઈ શકશે નહીં. તેમજ તળમાં પાણીમાં પણ ઘટ્ટ થશે તેમના કારણે કુવા બોરમાં પણ પાણીમાં ઘટશે, જેથી ખેડૂતોને મોટી નુકસાની આવી શકે છે. એ સાથે જ અત્યારે જે પાણી વહી રહ્યું છે તે આજુબાજુની વાડીમાં પાણી જઈ રહ્યું છે જેમના કારણે આ વાડીમાં પણ નુકસાન થઈ રહ્યું છે કેમકે તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના કારણે હવે વાડીમાં ઊભેલા કોઈપણ પાક વધુ પાણી સહન કરી શકે તેમ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ તળાવ ઓરપેટ ગ્રુપ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને રિસોર્ટ બનાવવા માટે લઈ આવ્યા હતા અને તળાવમાં ઘણો બધો ફેરફાર કર્યો હતો. તળાવ ઊંડું પણ કર્યું હતું અને તળાવનો પાળો ઊંચો પણ કર્યો હતો તેમજ જ્યારથી તળાવ બન્યું ત્યારથી ખેતીમાં આપવામાં આવમાં આવતા પાણીનો વાલ બંધ કરી દેવામાં આવ્યો હતો. ખેડૂતો વતી આગેવાનોએ હાઇકોર્ટમાં ગયા હતા ત્યારે હાઇકોર્ટના આદેશથી ઓર્પેટને અહીં વાલ મુકવો પડ્યો હતો. જે વાલનો બહારની સાઈડમાં પાઇપ ખુલ્લો હોય તેમના ઉપર કોઈ પેચિંગ વર્ક કરવામાં આવ્યું ન હતું તેમના કારણે આ વાલ આજે તૂટ્યો છે અને મહત્વનું એ છે કે અંદરની સાઈડમાં એક સેફટી વાલ પણ મુકવાનો હોય છે, તે પણ મૂકવામાં આવ્યો નથી. આમ ઓરપેટ અને જિલ્લા પંચાયતના અધિકારીઓની બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

લોકો અને ખેડૂતોની માંગ છે કે આ તૂટેલા પાઇપને તાત્કાલિક રીપેર કરવામાં આવે અને અમૂલ્ય પાણીનો જથ્થો જે વેડફાઈ રહ્યો છે તેમને તાત્કાલિક રોકવામાં આવે તેમજ જવાબદાર અધિકારી અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે ખાસ કરીને હવે પછી આવું ન બને એ માટે સેફટી વાલ પણ મૂકવામાં આવે કેમ કે ‘જળ એ જ જીવન છે’ આ બેદરકારી દાખવનાર અધિકારીઓ અને વ્યક્તિઓને ખાસ સમજાવવાની જરૂર છે.

જુવો વિડીયો…..

☝️વિડીયો જુવા માટે ક્લિક કરો…👆

આ સમાચારને શેર કરો