વાંકાનેર: સીંઘાવદર ગામ ખાતે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના નવા બીલ્ડીંગનું ખાતમુર્હત કરાયું.
વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના સીંઘાવદર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના નવા બીલ્ડીંગનું ખાત મુર્હત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે યુસુફભાઇ શેરસીયા પૂર્વ ચેરમેન કારોબારી સમિતિ, જીલ્લા પંચાયત મોરબી, માજી સરપંચ ઇસ્માઇલભાઇ પરાસરા, સહકારી મંડળીના પ્રમુખ ગુલાબભાઇ પટેલ તથા અન્ય ગામ આગેવાનો તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહયો હતો.
આ પ્રસંગે યુસુફભાઇ શેરસીયાએ જણાવેલ કે અઘતન નવી ડીઝાઇનનું બીલ્ડીંગ બનતા સીંઘાવદર ગામની આજુબાજુના ૧૦-૧૨ ગામના લોકોને આરોગ્યની સેવાઓ લેવામાં સરળતા રહેશે. ટુક સમયમાં આ બીલ્ડીંગનું કામ શરુ કરવામાં આવેશે તેમ વઘુમાં જણાવ્યું હતું.

