skip to content

નવા બીલીયોનર્સના સર્જનમાં રાજકોટ સહિતના ગુજરાતના શહેરોનો દબદબો

રૂા.1000 કરોડ કે વધુની સંપતિ ધરાવતા રાજકોટમાં 7 ધનાઢ્યો : કુલ મિલકતો રૂા. 16000 કરોડ : બાલાજી વેફર્સ પરિવાર નંબર વન

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સંપતિ સર્જનમાં ગાંધીનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત,નવસારી અને વલસાડ સહિતના શહેરોમાં ધનાઢ્યોની સંખ્યામાં મોટો વધારો થયો છે તથા વેલ્થ ક્રિએશન એટલે સંપતિ સર્જનમાં ભારતમાં હવે ડીસેન્ટ્રલાઈઝેશન એટલે કે મુંબઈ, ચેન્નઇ સહિતના મહાનગરોના બદલે નાના શહેરોમાં ધનપતિઓ કેન્દ્રીત થવા લાગ્યા છે.

ખાસ કરીને નાના શહેરોમાં સાહસિકો માટે હવે તક વધી છે, સુરત, રાજકોટ, લુધીયાણા, ગુરુગ્રામ, નોઇડા અને પુના એ મીલીયોનર્સ-મીલ બની રહ્યા છે. રાજકોટમાં બાલાજી વેફર્સના પ્રમોટર્સ ભીખાભાઈ વિરાણીએ રૂા. 3400 કરોડની મિલકતો સાથે મહાનગરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે આ ઉપરાંત દેશમાં 1000 કરોડ કે તેથી વધુ મિલકત ધરાવનારની સંખ્યા 1103 થઇ છે અને પ્રથમ વખત 1100ના માર્કને તોડ્યો છે જે છેલ્લા પાંચ વર્ષમાં 62 ટકાનો વધારો દર્શાવ્યો છે.

આઈઆઈએફએલ વેલ્થ ઇન્ડીયાના રીચ લીસ્ટમાં સુરતમાં 24 નવા બીલીયોનરો નોંધાયા છે જેમાં ચાર નવા પાંચ વર્ષમાં ઉમેરાયા છે અને સુરતમાં સૌથી ધનવાન વ્યક્તિ તરીકે અશ્વિન દેસાઈ અને તેના ફેમીલીનો સમાવેશ થાય છે. રાજકોટમાં 7 બીલીયોનર્સ છે જેમાં એક નવા નોંધાયા છે અને રાજકોટ એ 16માં ક્રમાંકે આવ્યું છે. અને રાજકોટના આ બીલીયોનર્સની કુલ સંપતિ રૂા. 16000 કરોડ નોંધાઇ છે.

જ્યારે વડોદરાના પાંચ બીલીયોનર્સ 20200 કરોડ, સુરતના બીલીયોનર્સની સંપતિ રૂા. 51,000 કરોડ જેટલી નોંધાય છે. ગત મહિને પ્રસિધ્ધ થયેલ આ રિપોર્ટ મુજબ દેશના નાના શહેરોમાં હવે સ્ટાર્ટઅપ સહિતના સાહસિકો વધી ગયા છે અને તેઓ માટે હવે આ વિસ્તારોમાં પણ તક વધી છે. એક સમયે ફક્ત મોટા શહેરો જ બીલીયોનર્સનું સર્જન કરતા હતા તે હવે સ્થિતિ બદલાઈ રહી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/HXcZmc55kbhLi4yr9UOSt2

આ સમાચારને શેર કરો