Placeholder canvas

દોશી કોલેજ વાંકાનેરના NCCના કેડેટ અને ઓફિસરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

વાંકાનેર: આજે દોશી કોલેજના એન.સી.સી.(આર્મી વિંગ) કેડેટ અને ઓફિસરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો…

કોરોના મહામારી સામે રક્ષા મળવા માટે વ્યક્તિ દર્શન ખૂબ મહત્વ છે ત્યારે વાંકાનેરની દોશી કોલેજમાં ચાલી રહેલ એન.સી.સી.(આર્મી વિંગ) ના કેડેટોને આજે વેકશીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આજ રોજ ૧૫ કેડેટે સરકારની ગાઈડ લાઈન મુજબ વેક્સિનેશનમાં વારો આવતા તેમણે કોરોનાનો પ્રથમ ડોઝ લીધો તે ઉપરાંત તેમણે વાંકાનેરના રહેવાસીઓને પણ કોરોનાની વેક્સિન લેવા માટે અપીલ કરેલ છે. સૌ વેક્સિન લઈને દેશને મહામરી મુક્ત બનાવવામાં સહયોગ આપો, વેક્સિન માટે રહેલા ખોટા વિચારો અને ખોટી માન્યતાઓ દૂર કરો અને યોગ્ય સમય વેક્સિનેશન કરો તેવી અપીલ પણ કરે છે.

આ કાર્યક્રમને દોશી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા અને એન.સી.સી. ઓફિસર લેફટેન્ટ ડૉ. વાય. એ ચાવડાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યો હતો.

આ સમાચારને શેર કરો