Placeholder canvas

ચોટીલાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખનું નામ ઇંગ્લીશ દારૂની હેરફરમાં ખુલ્યુ !!

ચોટીલા પોલીસ સ્ટેશનના સવા વર્ષ જુના ઇગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી ને પકડી રીમાન્ડ પર લેતા 25.65 લાખના અગાઉ પકડાયેલ દારૂના ગુનામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત બે વ્યક્તિ ની સંડોવણી હોવાના વટાણા વેરતા ચકચાર મચેલ છે પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

ચોટીલા અને મોલડી પોલીસ મથકના 2020/2021 ના બે ઇગ્લીશ દારૂના ગુનામાં ગુંદા ગામનો રાજુ ઉર્ફે ગડીયો શિવાભાઇ પરાલીયા નાસતો ફરતો હતો ગત સપ્તાહે મોલડી પોલીસે તેને પકડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ જેમા તાજપર ગામની સીમમાં 3.17 લાખના ગુનામાં જામની પર છુટતા ચોટીલા પોલીસે ચોટીલા સાયલા વચ્ચે 2020 માં પકડાયેલ 6840 ઇંગ્લીશ દારૂની બોટલના ગુનામાં ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા.

આ ગુનામાં પોલીસે કરેલ પુછતાછમાં આરોપીએ વટાણા વેરતા ચકચાર મચેલ છે પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી મુજબ રીમાન્ડ પર રહેલ રાજુ પરાલીયાએ આ ગુનામાં ચોટીલા પાળીયાદ રોડ પર રહેતા ભાજપ આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવણ નાગજીભાઇ મકવાણા અને રાજકોટ રંગીલા વિસ્તારમાં રહેતા હિતેશ સગરામભાઇ પણ ઇગ્લીશ ના ગે. કા જથ્થામાં સંડોવાયેલ હોવાનું જણાવતા બંન્ને ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકિય અગ્રણીની ઇંગ્લીશ દારૂની હેરફરમાં સંડોવણી બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

આ સમાચારને શેર કરો