વાંકાનેર

વાંકાનેર: નાગાબાવાના મેળાનું નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ.8.5 લાખમાં વેચાયું.

વાંકાનેર શહેર ખાતે આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમના દિવસે નાગાબાવાનો લોકમેળા માટે વાંકાનેર નગરપાલિકાના મેદાનની આજરોજ નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હટી. જેમાં કુલ ત્રણ પાર્ટીઓ દ્વારા ભાગ લઇ બોલી લગાવવામાં આવી હતી. જેમાં લોકમેળા માટેનું મેદાન રૂ. 8.50 લાખની બોલી સાથે ડાયાભાઇ મશરૂભાઈ સરૈયાના ફાળે ગયું છે.

ગત વર્ષે લોકમેળા માટેનું આ ગ્રાઉન્ડ હરાજી બાદ સોઇલ ટેસ્ટમાં ફેલ જતાં મોટી રાઇડર્સ વગર જ મેળો યોજાયો હતો, આ વર્ષે પણ મેળો મોટી રાઇડર્સ વગર જ યોજાશે, આગામી લોકમેળામાં નાગરિકો સાથે છેતરપિંડી ન થાય તેમજ સંચાલકો દ્વારા ઉંચા ભાવ ન લેવાય તે માટે નગરપાલિકા દ્વારા વિવિધ રાઇડર્સ માટે રૂ. 30 નું ભાવ બંધણું કરવામાં આવ્યું છે, જેની સાથે જ દરેક વસ્તુ પર ગેરકાયદેસર ભાવની વસુલાત ન થાય તેમજ ફક્ત આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો જ ઉપયોગ મેળામાં કરવામાં આવે તે માટે જવાબદાર તંત્ર દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો