ભગવાન વા.ન.પા.નું ભલું કરે, આખરે જીનપરા મેઇનરોડના ખાડા તાસ નાખીને બુરીયા..!!!

વાંકાનેર: હાસ !! હવે રાહત મળશે… આવું લગભગ જીનપરા મેઇનરોડ પરથી પસાર થતા દરેક રાહદારીઓ અત્યારે મનોમન બોલી રહ્યા છે અથવા તો કહી રહ્યા છે…!!! કેમ…? આવો સ્વાભાવિક પ્રશ્ન વાંચકોને થશે કે રાહદારીઓ હાસ્કારો કેમ નાખે છે…? અરે ભાઈ કેટલાયના કમરના મકોડા ખસી ગયા, કેટલાયને આંચકા આવી ગયા, કેટલાના ઢીચણીયા છોલાઈ ગયા અને કેટલાયના ટાંટીયા પણ ભાગી ગયા… આવું છેલ્લા કેટલાય મહિનાથી વાંકાનેર જીનપરા મેઈન રોડ પર થઈ રહ્યું હતું પરંતુ તેમનાથી વાનપા એટલે કે વાંકાનેર નગર પાલિકા અજાણ હતી. એ વાત બીજા નંબરની છે કે વાનપાના કેટલાય સદસ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ દરરોજ આ રસ્તા પરથી પસાર થતા… છતાં તેઓને આ રોડના ખાડા ન જ દેખાયા હતા…!!!
જ્યારે લોકોની સહનશીલતાની હદ આવી ગઈ ત્યારે લોકોએ વાંકાનેરના પત્રકારોને કહેવાનું ચાલુ કર્યું કે હવે.. તમે કંઈક કરો… અને વાંકાનેરના તમામ પત્રકારો એકજુટ્ટ થઈને જીનપરા મેઇનરોડનો એટલે કે હાઇવે થી લીમડાચોક સુધીની પરિસ્થિતિના અહેવાલો અને વિડીયો પ્રસિદ્ધ થયા. આમ છતાં વાનપાના જવાબદાર લોકોના પેટનું પાણી પણ ન હલ્યુ….!!! અને લોકોની પરેશાની, હાલાકી, મુશ્કેલી પર વિચારતો ન કર્યો પણ દયા પણ ન આવી…!!!
આજે વાનપાએ આ રસ્તા પરના મોટાભાગના ખાડાઓમાં તાસ (મોરમ) નાખીને બુરી દીધા છે, આ પૂર્વે આજ મુદ્દે કાંઈ દેખાણું નહીં અને કોઈનું માન્યું પણ નહીં..!! પરંતુ આજે આ ખૂબ જરૂરી ખાડા બુરવાનું કામ વાનપાએ કર્યું છે. એટલે કહેવું પડે છે કે ભગવાન વાનપાનું ભલું કરે…
વાનપાને હજુ પણ વાંકાનેરની જનતા વતી વિનંતી કરવાની કેમકે વાનપાને કોઈની માંગ કે રજૂઆત પસંદ નથી એટલે જનતા વતી કે જનતાની વિનંતી કે હાઈવે ચોકડીની બાજુમાં હજુ બે મોટા ખાડા પૂરવાના રહી ગયા છે બની શકે તાસ પૂરો થઈ ગયો હોય તો કદાચ વાનપા બીજા દિવસે બુરી પણ નાખે તો સૌથી સારું… પણ જો આ બે ખાડા બુરાઈ જશે તો લોકો વધુ ખુશ થશે અને ભગવાન તમારું વધુ ભલું કરશે…
વાનપાને ધન્યવાદ… સાથો સાથ એ પણ કહેવાનું કે આપે જે ખાડા તાસ, મોરમ વડે બુરીયા છે તે વરસાદમાં ધોવાઈ જશે, બેસી જશે અને અત્યારે ચોમાસામાં ડામરથી તો કામ થઈ ન શકે તો… જ્યારે જ્યારે આવા પાછા ફરી ખાડા થાય તો કમ સે કમ ચોમાસા પૂરતા બુરતા રહેજો… જેથી વાંકાનેર શહેરની જનતાએ પોતાના અમૂલ્ય અને કીમતી મતથી વાંકાનેર શહેરને સ્વચ્છ સુંદર, સુઘડ બનાવવા અને શહેરીજનોને આવશ્યક સુવિધા મળી રહે એ માટે જે બોડી ચૂંટી છે એમના પર અફસોસ ન થાય, શરમ ન આવે અને અધિકારીઓને પગાર લેતા…

અમે હરકપદુડા થઈ ગયા તા…!!!

એક વખત અમે જીનપરા મેઈનરોડ પર ટ્રેક્ટર ઊભું હતું અને તેમાંથી ડામરનો વેસ્ટ લઈને ખાડામાં નાખતા જોયા હતા. તેમનો કપ્તાને વિડીયો બનાવ્યો હતો. અને કહ્યું હતું આખરે નગરપાલિકાએ ખાડા બુરીયા… પરંતુ પાછળથી ખબર પડી આ એક ખાડામાં જ નાખવામાં આવ્યું છે અને એ નગરપાલિકાએ નહીં પણ કોઈ સારા માણસે પોતાના ટ્રેક્ટરમાં સેવાસદન પાસેથી જે રોડ ઉખેડવામાં આવ્યો હતો એ ડામરનું વેસ્ટ મટીરીયલ ટ્રેક્ટરમાં ભરીને અહીંયા ખાડામાં નાખ્યું હતું….!! આજે અમે ખાડા બુરેલા જોયા છે, પણ કોને બુરીયા એ ખબર નથી… પણ અમે ખાડા બુરેલા જોઈને જ એટલા બધા અમે હરખ પદુડા થઈ ગયા કે આ આખો અહેવાલ લખી નાખ્યો..!!! એ વિડીયો પણ જુવો...
https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE
આ સમાચારને શેર કરો