Placeholder canvas

ચોટીલામાં તાજુ જન્મેલ બાળક ત્યજી નાસી છુટે તે પહેલાજ ‘મુંબઈની મમ્મી’ને પોલીસે ઝડપી લીધી.

ચોટીલામાં તાજુ જન્મી ત્યજી દેવાયેલ બાળક અને ત્યજનાર જન્મ આપનાર માતા લોકો અને પોલીસની સતર્કતાને કારણે મળી આવતા ચકચાર મચેલ છે. મળતી માહિતી મુજબ ચોટીલા હાઇવે ઉપર આવેલ એક હોટલ પાછળની સાઇડમાં એક તાજુ જન્મેલ જીવંત બાળક પડેલ હોવાની જાણ થતા

પોલીસ દોડી ગયેલ હતી પ્રથમ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતું. ચોટીલા પીઆઇ આઇ.બી.વલવી એ તાત્કાલિક બાળકની તપાસ માટે ટીમને કામે લગાડતા ગણતરીની મિનિટોમાં બાળકને જન્મ આપનાર યુવતીને શોધી કાઢી હતી. માતા પુત્ર બંન્નેને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ આપી વધુ સારવાર માટે પોલીસ જાપ્તા હેઠળ રાજકોટ ખસેડવામાં આવેલ છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જન્મદેનાર આશરે 22 વર્ષની મુંબઇની સુખી સંપન્ન પરીવાર યુવતી છે. ગઇ કાલે ચોટીલા ખાતે હાઇવે પરની ધર્મશાળામાં તેની માતા સાથે રૂમ રાખી રોકાયેલ અને ત્યાંજ બાળકને જન્મ આપી કપડામાં લપેટી ત્યજી દેવાયેલ હતું. પોલીસે પ્રથમ બાળકને મહત્વ આપી માતા પુત્ર ને સારવાર માટે ખસેડેલ છે જન્મ આપી ત્યજી દેનાર માતા સામે ગુનો નોંધવામાં આવશે અને મુળ સુધી તપાસ હાથ ધરાશેે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો