વાંકાનેર: ગારીયાના બોર્ડ પાસે બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલકને ઇજા…
વાંકાનેર: ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ ગારિયાના બોર્ડ પાસે એક બાઈક સ્લીપ થઈ જતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી, તેમને 108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
મળેલી માહિતી મુજબ ગત રાત્રે ગારીયા ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે પર, 9 વાગ્યાની આસપાસ એક બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. તેમને108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત રતનભાઈ ગંગારામ મૂળ એમપી ના વતની છે તેઓ હાલ વાંકાનેરમાં રહીને મજૂરી કામ કરે છે.

