વાંકાનેર:સિંધાવદરના ગત્રાળનગરમાં ધારાસભ્ય જીતુભાઇ સોમણીના હસ્તે કંપાઉન્ડ વોલનું ખાતમુહુર્ત કરાયું.
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પેટા પરા ગાત્રાળ નગર સ્મશાનનાં મોટા કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુસુફભાઈ શેરસીયા, ઇસ્માઇલભાઈ આઈએમપી, જહીરઅબ્બાસ શેરસિયા તેમજ ગામના સૌ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું